Advertisement

Surat Textile Industry માં મંદી, સુરત છોડી જઈ રહ્યા છે મજૂરો

Surat Textile Industry માં મંદી, સુરત છોડી જઈ રહ્યા છે મજૂરો સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ ગણાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઉદ્યોગને મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે. હીરા ઉદ્યોગ બાદ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પણ મંદીના ભરડામાં આવી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે ગત તહેવારોમાં કોઈ ઘરાકી મળી નથી અને આવનારા દિવસોમાં પણ ઘરાકી થાય તેવાં કોઈ એંધાણ નથી. વેપારીઓનું કહેવું છે કે જીએસટી બાદ વેપારધંધાને મોટો ફટકો પડ્યો છે. ટેક્સટાઇલ સાથે સંકળાયેલા ડાઇંગ-પ્રોસેસિંગ સેક્ટર પર મંદીની અસર છે. સુરતમાં 60થી વધુ ડાઇંગ-પ્રોસેસિંગ મિલો બંધ થઈ. મિલો બંધ થતાં લોકોની રોજગારી છીનવાઈ છે અને આથી તેઓ પોતાના વતન તરફ પાછા જવા મજબૂર બન્યા છે.

bbc gujarati,gujarat samachar,બીબીસી ગુજરાતી,surat,surat textile,textile industries,સુરત,સુરત મંદી,surat diamond,Depression,surat Depression,surat city,gujarat depression,depression in gujarat,

Post a Comment

0 Comments